KuberaNowLogo
Wednesday, 02/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મધ્યપૂર્વમાં ભડકો થતાં બજાર 800 પોઇન્ટ ખાબક્યુ, રોકાણકારોના પાંચ લાખ કરોડ સાફ

અમેરિકા-ઇરાન વચ્ચે મહિના બાદ ફરી પાછા જંગના મંડાણ થતાં એશિયાઈ બજારોમાં વ્યાપક વેચવાલી જોવા મળી રહી છે

KuberaNow
desk@kuberanow2 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
બીએસઇ સેન્સેક્સના 30માંથી 23 શેર ઘટેલા છે અને સાત શેર જ વધ્યા છે. જ્યારે એનએસઇના નિફ્ટી50ના 11 શેર જ વધેલા છે, બાકીના 39 શેર ઘટેલા છે.
બીએસઇ સેન્સેક્સના 30માંથી 23 શેર ઘટેલા છે અને સાત શેર જ વધ્યા છે. જ્યારે એનએસઇના નિફ્ટી50ના 11 શેર જ વધેલા છે, બાકીના 39 શેર ઘટેલા છે.AI GENERATED IMAGE

મુંબઈઃ અમેરિકા-ઇરાન વચ્ચે મહિના બાદ ફરીથી યુદ્ધ ભડકી ઉઠતા વૈશ્વિક બજારો પર વિપરીત અસર પડી છે. ભારતીય બજાર પણ તેની અસરમાંથી બાકાત રહી શક્યું ન હતું. ગઇકાલે 76,944.23 પોઇન્ટ પર બંધ રહેલું બજાર આજે 473 પોઇન્ટ નીચામાં એટલે કે 76,471.32 પોઇન્ટ પર ખૂલ્યુ હતુ. તેની પછી તે 76,532 પોઇન્ટે 61 પોઇન્ટનો સામાન્ય સુધારો દર્શાવી નીચામાં 76,135.72 પોઇન્ટ ગયુ હતુ. આમ બજાર લગભગ 810 પોઇન્ટ ખાબક્યુ હતુ. આવું જ નિફ્ટીનું હતું. નિફ્ટી50 સોમવારે 95 પોઇન્ટ ઘટીને 24,080 પોઇન્ટ પર બંધ આવ્યા બાદ નીચામાં જ 23,858 પર ખૂલ્યો હતો. આમ નિફ્ટી50 પ્રારંભમાં જ 242 પોઇન્ટ નીચે ખૂલ્યો હતો. તેના પછી નીચામાં તેણે 23,786.80ની સપાટી બનાવતા નિફ્ટી એક સમયે 295 પોઇન્ટ તૂટ્યો હતો.


બજારમાં નીચા મથાળે લેવાલી

જો કે બજારમાં નીચા મથાળે લેવાલી નીકળતા બીએસઇ સેન્સેક્સ હાલમાં લગભગ 550 પોઇન્ટ ડાઉન છે અને 76,400ની રેન્જની આસપાસ ટકેલો રહ્યો છે. આ જ રીતે નિફ્ટીએ 200 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે અને 23,855ની આસપાસની રેન્જમાં રેન્જ બાઉન્ડ છે, પણ આ કડાકાના લીધે રોકાણકારોના પાંચ લાખ કરોડ એક જ મિનિટમાં સાફ થઈ ગયા છે. હાલમાં ક્રૂડ ઓઇલને પ્રતિ બેરલ 96 ડોલરની સપાટી વટાવી છે તેના પગલે પણ દબાણ સર્જાયુ છે. તેના લીધે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની સંભાવના નકારી શકાતી નથી.


સેન્સેક્સ-નિફ્ટી

બીએસઇ સેન્સેક્સના 30માંથી 23 શેર ઘટેલા છે અને સાત શેર જ વધ્યા છે. જ્યારે એનએસઇના નિફ્ટી50ના 11 શેર જ વધેલા છે, બાકીના 39 શેર ઘટેલા છે. એનએસઇમાં કુલ 3,301 શેરમાં સોદા પડી રહ્યા છે. તેમા 1,174 શેર જ વધ્યા છે અને 2,041 શેર ઘટેલા છે. આ સિવાય 69 શેરમાં અપર તો 61 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. 78 શેર બાવન સપ્તાહના ઊંચા સ્તરે તો 100 શેર બાવન સપ્તાહના નીચા સ્તરે સ્પર્શ્યા છે.


ક્રૂડમાં ઉછાળો

પશ્ચિમ એશિયાના તણાવના લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં સત્રની શરૂઆતમાં લગભગ છ અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી, બ્રેન્ટ ક્રૂડ 1% વધીને $95.4 પ્રતિ બેરલ થયો, જેના લીધે ભારતની આયાત પર દબાણ આવી શકે છે. આ ઉપરાંત નજીકના ગાળામાં યુ.એસ. દર વધારાની ચિંતાઓને કારણે વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં પણ વધારો થયો. ઉચ્ચ યુ.એસ. દરો વૈશ્વિક રોકાણકારો માટે ઉભરતા બજારોને ઓછા આકર્ષક બનાવે છે.


એશિયાઈ બજારોમાં ઘટાડો

વૈશ્વિક બોન્ડ-બજાર વેચવાલી અને નવી યુએસ-ઈરાન લડાઈએ જોખમ ઘટાડવા ભાર મૂકતાં એશિયન ઇક્વિટીમાં તીવ્ર ઘટાડો થયો. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો MSCIનો વ્યાપક સૂચકાંક શરૂઆતના વેપારમાં 0.8 ટકા ઘટ્યો. સાઉથ કોરીયાનો કોસ્પી ત્રણ ટકા ઘટી 231 પોઇન્ટ ડાઉન હતો, આ સિવાય જાપાનનો નિક્કી 225 પણ 2.74 ટકા ઘટી 1,816 પોઇન્ટ ડાઉન હતો. જ્યારે હેંગસેંગ લગભગ એક ટકા જેટલો ઘટી 200 પોઇન્ટ ડાઉન હતો. શાંઘાઈ પણ એક ટકા જેટલો ઘટી 36 પોઇન્ટ ડાઉન હતો.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. સોનામાં બે હજાર અને ચાંદીમાં લગભગ ચાર હજારનો કડાકો, જાણો કેમ?
  2. મધ્યપૂર્વમાં ભડકો થતાં બજાર 800 પોઇન્ટ ખાબક્યુ, રોકાણકારોના પાંચ લાખ કરોડ સાફ
  3. Stocks In News |2 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  4. ઓગસ્ટમાં UPIનો નવો રેકોર્ડ, 24.51 અબજ ટ્રાન્ઝેક્શનથી ₹29.82 લાખ કરોડની ચુકવણી

Economy

See more
  1. NRIના ડોલરથી ભારતને મોટો ટેકો, RBIની FCNR(B)માં $100 અબજથી વધુ જમા
  2. ક્રૂડ ઓઇલમાં સતત ત્રીજા દિવસે ઉછાળો, બ્રેન્ટ $96.63 પ્રતિ બેરલ પાર
  3. ખાંડના ભાવ કાબૂમાં લેવા સરકારનો મોટો નિર્ણય, ડીલરોની સ્ટોક લિમિટ અડધી કરી
  4. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  2. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો
  3. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ
  4. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM